loader

Breaking News


Home > Bollywood > તનુશ્રી-નાના વિવાદમાં આઈટમ ડાંસર રાખી સાવંતે કર્યા ખુલાસા


Foto

તનુશ્રી-નાના વિવાદમાં આઈટમ ડાંસર રાખી સાવંતે કર્યા ખુલાસા

Oct. 1, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તનુશ્રી અને નાના વિવાદ પર વધુ ખુલાસા કરવા રાખી સાવંતે નિવેદન આપ્યુ છે. તેના નિવેદન બાદ આ મુદ્દે એક નવો વળાંક આવી ગયો છે. નાના અને તનુશ્રીનાં વિવાદમાં બોલિવુડની ઘણી હસ્તીઓ બોલી ચુક્યા છે. ઘણી બોલિવુડ હસ્તી તનુશ્રીનાં ફેવનમાં આવીને ઉભા રહ્યા છે. તો બીજી તરફ નાના પાટેકરે પણ આ મુદ્દે એક પ્રેસ કોન્ફંરેન્સ કરવાનું એલાન કર્યુ છે.



બોલિવુડમાં સ્ક્રીનની પાછળ ચાલી રહેલા ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. તેવો જ એક કિસ્સો છેલ્લા કેટલાક દિવસોથી બોલિવુડમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે બોલિવુડની ફેમસ આઈટમ ડાંસર રાખી સાવંતે અમુક ખુલાસાઓ કરતા ખલબલી મચી ઉઠી છે. તમને જણાવી દઇએ તનુશ્રી દત્તા ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝનાં જે ગીત પર પહેલા ડાંસ કરવાની હતી, તે ગીત પર બાદમાં રાખી સાવંતે ડાંસ કર્યો હતો. શૂટીંગ સમયે થનારા દરેક કિસ્સાઓ જે તેણે નજરે નીહાળ્યા હતા જે તેણે પોતાના નિવેદનમાં જણાવ્યા હતા. રાખીએ પ્રેસ કોન્ફંરેન્સ કરતા પત્રકારો સમક્ષ કહ્યુ કે, જે સમયે તનુશ્રી આ ગીતનું શૂટીંગ કરી રહી હતી તે સમયે તેણે ખૂબ ડ્રગ્સ લીધો હતો. તે જ કારણ છે કે તે આ ગીતને પૂરો ન કરી શકી. રાખીએ વધુમાં જણાવ્યું કે, મને ખબર છે કે આ ગીત તનુશ્રી કરવાની હતી. હુ તે દિવસે ઘરે બેઠી હતી અને ત્યારે માસ્ટરજી(ગણેશ આચાર્ય)નો ફોન આવ્યો કે રાખી જલ્દી સેટ પર આવી જાઓ, તારે એક ગીત કરવાનું છે. ત્યારબાદ મે તેમને પૂછ્યુ કે, કયુ ગીત છે, મને મોકલી આપો, તો તેમણે કહ્યુ કે, તુ બસ સેટ પર આવી જા બધુ રેડી છે. ત્યારબાદ હુ સેટ પર જવા માટે તૈયારી થઇ. તેટલુ જ નહી માસ્ટરજીનાં ફોન બાદ મને નાના પાટેકરનો પણ ફોન આવ્યો અને તેમણે પણ મને આ જ કહ્યુ કે રાખી જલ્દી સેટ પર આવી જાઓ.

રાખી સાવંતે કહ્યુ કે. નાના પાટેકર અને ગણેશ આચાર્યની વાતને માન આપી હુ સેટ પર પહોચી ત્યારબાદનો નજારો જોઇ હુ સ્તંબ્ધ થઇ ગઇ હતી. રાખીએ કહ્યુ કે, મે સેટનો નજારો જોયો, મને ત્યા જોઇને લાગ્યુ કે કોઇને કોઇ મોટી ગડબડ થઇ છે, કારણે ત્યા મેકઅપ વાન હતી અને ઘણા લોકો પણ એકઠા થઇ ગયા હતા. તેટલુ જ નહી સેટ પર મીડિયા પણ નજરે ચઢી હતી. આ સમગ્ર નજારો જોઇ મે માસ્ટરજીને પૂછ્યુ કે, અહી શું થયુ છે, ત્યારે તેમણે કહ્યુ કે, આ ગીત તનુશ્રીનું હતુ અને અમે થોડુ શૂટીંગ પણ કરી દીધુ છે પરંતુ તે હવે કોઓપરેટ કરી રહી નથી. રાખીએ આ સાંભળ્યા બાદ તનુશ્રીને કોલ કર્યો પણ તેણે ફોન ન ઉઠાવ્યો. રાખીએ વધુમાં જણાવ્યુ કે, તે સમયે માસ્ટરજીની આસીસ્ટેંન્ટ ડેઝી શાહ હતી જેણે મને બધી વાત કહી. ત્યારબાદ હુ તનુશ્રીને મળવા ગઇ પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહી, મેકઅપ આસીસ્ટેંન્ટે મને કહ્યુ કે, મેડમ છેલ્લા 3-4 કલાકથી બેભાન છે, મે પૂછ્યુ કેમ તો તેણે જવાબ આપ્યો કે તેમણે ડ્રગ્સ લઇને બેભાન થઇ ગયા છે. રાખીનાં આ નિવેદન સામે આવ્યા બાદ આ સમગ્ર મુદ્દાને એક નવો વળાંક મળી ગયો છે. નાના પાટેકર અને તનુશ્રી રાખીનાં આ નિવેદન સામે આવ્યા બાદ શું રિએક્શન આપે છે તે હવે જોવુ રહ્યુ.