loader

Breaking News


Home > Health > હાર્ટ એટેકથી બચવાનો રામ બાણ ઇલાજ છુપાયો છે તમારા ઘરમાં


Foto

હાર્ટ એટેકથી બચવાનો રામ બાણ ઇલાજ છુપાયો છે તમારા ઘરમાં

March 10, 2018, 6:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે હાર્ટ એટેકથી મૌતને ભેટતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજનાં સમયમાં આ એક મોટી સમસ્યા બની ગઇ છે. તમે તમારા આસપાસ ઘણા લોકોને હાર્ટ એટેકથી મૌતને ભેટતા જોયા હશે. આ એક એવી બિમારીએ છે જેની સમય સાથે સારવાર કરવામાં આવે તો તે વ્યક્તિને બચાવી શકાય છે. આ બિમારીનો ખર્ચ એટલો વધુ હોય છે કે અમુક લોકો તે ખર્ચને પહોચી ન વળતા હોવાના કારણે સારવાર કરાવી શકતા નથી અને સમય પહેલા મૌતને ભેટી જાય છે. જો કે આ બિમારીનો ઉપાય આયુર્વેદમાં છે.




આયુર્વેદ એ આપણા પુરખો દ્વારા મળેલ એક અનમોલ રતન છે. આયુર્વેદનાં ફાયદાઓ જાણતા હોવા છતા આજે પણ લોકો આયુર્વેદને ટાળે છે. આયુર્વેદથી હાર્ટની અન્ય બિમારીઓને પણ દૂર કરી શકાય છે. એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે, હાર્ટની બિમારીઓ એસિડીટીનાં કારણે થતી હોય છે. જ્યારે વધુ એસિડિટી થાય છે ત્યારે એસિડ લોહીમાં ભળી જાય છે અને ત્યાર બાદ રક્તવાહિનીઓમાં એસિડ લોહીને આગળ વધવામાં બાધિત બને છે અને ત્યારે બ્લોકેજની સમસ્યા ઉત્પન્ન થાય છે. જો કે આ બિમારીથી બચવાનો એક સરળ અને ઘરેલુ ઉપાય પણ છે.

હાર્ટને લગતી બિમારીથી બચવા માટે દૂધીનું શાક અને તેનો જ્યૂસ એક સારો ઉપાય છે. દૂધીનો જ્યૂસને નિયમીત પીવાથી બ્લોકેજની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ સિવાય દૂધીનાં જ્યૂસમાં તુલસીનાં પત્તાને ભેળવીને તેને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. તમે પુદીનાને પણ ભેળવીને પી શકો છો.