loader

Breaking News


Home > National > રામ મંદિરનું નિર્માણ ચોક્કસપણે થશે કહી યોગી આદિત્યનાથે સંત સમાજને ધૈર્ય રાખવાની આપી સલાહ


Foto

રામ મંદિરનું નિર્માણ ચોક્કસપણે થશે કહી યોગી આદિત્યનાથે સંત સમાજને ધૈર્ય રાખવાની આપી સલાહ

June 26, 2018, 1:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મહંત નૃત્યગોપાલ દાસનાં જન્મદિવસ પર અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી હતી કે, થોડાક સમય સુધી ધૈર્ય રાખવાની જરૂર છે. ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર ચોક્કસપણે બનશે.



યોગીએ કહ્યું હતું કે, આમા કોઇ શંકા હોવી જાઇએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે, બંધારણની હદમાં રહીને કામ કરવું છે જેથી સંયમ જરૂરી છે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, રામ મંદિરનાં નિર્માણનો ઉકેલ ચોક્કસપણે આવશે. સંત સમાજને હાલમાં સંયમ અને ધૈર્ય રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે લોકો રામજન્મભૂમિ આંદોલનનો વિરોધ કરી રહ્યા હતા તે લોકો પણ હવે મંદિરની વાત કરી રહ્યા છે. તે કાવતરુ પણ હોઈ શકે છે. આનાથી સાવધાન થવાની જરૂર છે.

યોગીએ વિપક્ષી પાર્ટીઓ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આજે એવા લોકો રામ મંદિરની વાત કરી રહ્યા છે જે લોકોએ રામ ભક્તો ઉપર ગોળીઓ ચલાવવા માટેનાં આદેશ આપ્યા હતા. યોગીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા પહોંચ્યા છે. યોગીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અગાઉની સરકારોએ અયોધ્યાનાં વિકાસ માટે કોઇ કામ કર્યા ન હતા પરંતુ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિનાં વિકાસ માટે કોઇ કામ બાકી રાખશે નહીં.