loader

Breaking News


Home > National > હત્યા કેસમાં રામપાલ દોષિત, હિસારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ


Foto

હત્યા કેસમાં રામપાલ દોષિત, હિસારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ

Oct. 11, 2018, 1:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાને મામલે કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી અને જજે સુનાવણી કરી હતી. હકીકતમાં રામપાલનાં સમર્થકો દ્વારા હિંસા થવાની આશંકાને પગલે જેલમાંજ વિડિઓ કોન્ફ્રેસિંગ દ્વારા રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. કેસ 2014 નું છે જયારે રામપાલનાં આશ્રમમાં ભડકી હિંસામાં 7 લોકોના મોત થયા હતા જેમાં પાંચ મહિલાઓ અને એક બાળક પણ સામેલ હતા.

કોર્ટનાં ચુકાદાને નજરમાં રાખીને હરિયાણાનાં હિસાર શહેરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈપણ સંભવિત બબાલ, હિંસા અને તોડફોડ જેવી ઘટનાઓને રોકવા માટે પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા બનાવી છે. હિસાર જિલ્લામાં ધારા - 144 લાગુ કરવામાં આવી છે.

કોર્ટ પરિસરની ચારેબાજુ ત્રણ કિલોમીટર સુધી સુરક્ષાનો ઘેરો બનાવવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થા તોડીને કોઈપણ વ્યક્તિ અંદર નહીં ઘુસી શકે. આ કેસની સુનાવણીના 48 કલાક અગાઉ જ જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે જેને કારણે રામપાલના સમર્થકો શહેરમાં પ્રવેશ ના કરી શકે.