loader

Breaking News


Home > National > રાફેલ પર શરદ પવારનાં નિવેદનથી નારાજ તારિક અનવરે છોડી NCP


Foto

રાફેલ પર શરદ પવારનાં નિવેદનથી નારાજ તારિક અનવરે છોડી NCP

Sept. 28, 2018, 12:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : 1999 માં સોનિયા ગાંધીના વિદેશી મૂળનાં મુદ્દે શરદ પવાર સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની સ્થાપના કરનાર તારિક અનવરે એનસીપીને ગુડબાય કહી દીધું છે. અનવરે એનસીપી છોડી દીધી છે તેમજ લોકસભાના સભ્યપદથી પણ રાજીનામું આપ્યું છે. તરીકે મીડિયા સામે રાજીનામાંની વાતને સ્વીકારી હતી અને કહ્યું હતું કે મેં પાર્ટી છોડી દીધી છે અને લોકસભા સભ્યપદથી પણ રાજીનામુ આપી દીધું છે.

તારિક અનવરે જણાવ્યું હતું કે પવાર સાહેબનું રાફેલ મુદ્દે નિવેદન મને ઠીક ના લાગ્યું. એનસીપી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી પરંતુ તે સત્ય નથી. પવાર સાહેબે નિવેદન કર્યું હોય ત્યારે તેમણે જ સ્પષ્ટતા કરવી જોઈતી હતી પરંતુ તેમની તરફથી કોઈ સ્પષ્ટતા ના આવી તો મેં રાજીનામુ આપી દીધું. એનસીપી છોડ્યા બાદ હવે કઈ પાર્ટીમાં જશો તે સવાલ પર તારિક અનવરે જણાવ્યું હતું કે આ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. સમર્થકો સાથે ચર્ચા કરીને નક્કી કરીશ ત્યારબાદ જણાવીશ.