loader

Breaking News


Home > National > આજે રંજન ગોગોઈ સંભાળશે CJI નું પદ, મહત્વપૂર્ણ બાબતોમાં થશે સુનાવણી


Foto

આજે રંજન ગોગોઈ સંભાળશે CJI નું પદ, મહત્વપૂર્ણ બાબતોમાં થશે સુનાવણી

Oct. 3, 2018, 9:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ આજથી શરુ થઇ રહ્યો છે. મંગળવારે જસ્ટિસ દિપક મિશ્રાનો કાર્યકાળ ખતમ થયો હતો. આજે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સીલિંગ, જેલોમા રિફોર્મ અને ચૂંટણી સંબંધિત બાબતો સહિતના ઘણા મહત્વપૂર્ણ બાબતોની સુનાવણી કરશે. ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટના 46 માં મુખ્ય ન્યાયમૂર્તિ બનશે.

દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી સુપ્રીમ કોર્ટમાં બુધવારે હાજર રહેશે. સીલિંગના મુદ્દે રાજધાનીમાં રાજનીતિ ટોચ પર છે. મનોજ તિવારીએ સોમવારે સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમમાં તેમણે પોતાનો પક્ષ રાખીને કહ્યું કે ગેરકાયદે સીલિંગ સામે સાંકેતિક વિરોધ નોંધાવવા માટે તેમણે સીલ સાથે ચેડાં કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર હોય તો હું સીલિંગ અધિકારી બનવા તૈયાર છું.

આ સિવાય, સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી પ્રક્રિયા અંગેની એક અરજી સુનાવણી કરવામાં આવશે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે એમએલસીએ તેના ખર્ચના વિગતો પણ આપવી જોઈએ.

12 ફેબ્રુઆરી, 2011 ના રોજ ન્યાયમૂર્તિ ગોગોઇ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યાં હતા. તેઓ 23 એપ્રિલ, 2012 ના રોજ સુપ્રીમ કોર્ટમાં આવ્યા. સૂત્રોનાં જણાવ્યાં મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ ગોગોઈનો કાર્યકાળ એક વર્ષ, એક મહિનો અને 14 દિવસ રહેશે. તેઓ 17 નવેમ્બર, 2019 ના રોજ નિવૃત્ત થશે.