loader

Breaking News


Home > National > રાફેલ ડીલ : ફ્રેન્ચ મીડિયાનો ખુલાસો, દસોલ્ટ પાસે રિલાયન્સ સિવાય કોઈ વિકલ્પ નહોતો


Foto

રાફેલ ડીલ : ફ્રેન્ચ મીડિયાનો ખુલાસો, દસોલ્ટ પાસે રિલાયન્સ સિવાય કોઈ વિકલ્પ નહોતો

Oct. 11, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફ્રાન્સની મીડિયાએ રાફેલ ડિલને લઈને વધુ એક ધમાકેદાર ખુલાસો કર્યો છે. બુધવારે કરવામાં આવેલ આ ખુલાસામાં રાફેલ બનાવવાની કંપની દસોલ્ટ એવીએશનનાં આંતરિક દસ્તાવેજોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેના ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાનીની રિલાયન્સ સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો આપવામાં આવ્યો.

જો કે દસોલ્ટે પોતાનાં બચાવમાં કહ્યું છે કે રાફેલ ડીલમાં ઓફસેટ પાર્ટનરનું હોવું જરૂરી હતું પરંતુ તેના માટે પાર્ટનર તરીકે ફક્ત રિલાયન્સ કંપનીનાં વિકલ્પ જેવી વાત નહોતી. કોઈપણ કંપનીને પસંદ કરવા માટે દસોલ્ટ સ્વતંત્ર હતી. ઓફસેટ પાર્ટનર મુદ્દે ચાલી રહેલ બબાલ વચ્ચે આ ખુલાસો સરકાર માટે મોટી મુસીબત ઉભી કરી શકે તેમ છે કેમ કે 59,000 કરોડમાં થયેલ થયેલ 36 વિમાનોના સોદામાં સરકારનું કહેવું છે કે દસોલ્ટ પોતાનાં ઓફસેટ પાર્ટનર પસંદ કરવા સ્વતંત્ર હતું જો કે હવે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લાં વિકલ્પ તરીકે ફક્ત અને ફક્ત રિલાયન્સનું નામ આપવામાં આવ્યું હતું.