loader

Breaking News


Home > National > રાફેલ વિમાન ડીલને કેગ કરશે ઓડિટ, વિપક્ષે લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ


Foto

રાફેલ વિમાન ડીલને કેગ કરશે ઓડિટ, વિપક્ષે લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ

June 6, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વાયુસેનને અત્યાધુનિક લડાકુ વિમાનોથી સુસજ્જ કરવા માટે ફ્રાન્સ સાથે કરવામાં આવેલ રાફેલ સોદાનું ઓડિટિંગ કેગ કરશે. રાફેલ સોદાને લઈને વિપક્ષ સતત સરકાર પાર શાબ્દિક હુમલા કરી રહ્યો છે.મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે વર્તમાન ભાજપ સરકારે રાફેલ વિમાનો માટે નક્કી યુપીએ સરકાર વખતે નક્કી કરેલ રકમ કરતા વધુ કિંમત ચૂકવી છે.

કેગનાં સૂત્રોના જણાવ્યા મુજબ કોઈપણ એવા સોદાનું ઓડિટ કરવાની જવાબદારી કેગની છે જેમાં દેશના ઘણા રૂપિયા લાગ્યા હોય. રાફેલ સોદો પણ આ શ્રેણીમાં સામેલ છે એટલા માટે જલ્દીથી રાફેલ સોદાનું ઓડિટ કરવામાં આવશે.કોંગ્રેસે જણાવ્યું હતું કે યુપીએ સરકાર 126 એરક્રાફ્ટ માટે રૂ. 54,000 કરોડ ચૂકવી રહી હતી જ્યારે મોદી સરકાર માત્ર 36 વિમાનો માટે 58,000 કરોડ આપી રહી છે.