loader

Breaking News


Home > National > રામ મંદિર મુદ્દે RSS પ્રમુખ મોહન ભાગવતે સરકાર પર મુક્યો દબાવ, મંદિર બનાવવા સરકાર લાવે કાયદો


Foto

રામ મંદિર મુદ્દે RSS પ્રમુખ મોહન ભાગવતે સરકાર પર મુક્યો દબાવ, મંદિર બનાવવા સરકાર લાવે કાયદો

Oct. 18, 2018, 11:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરને લઇને એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, રામ મંદિરનું નિર્માણ થયુ જરૂરી છે, જે માટે સરકારે કોઇ કાયદો લાવવો જોઇએ. આજે નાગપુરમાં સંઘ તરફથી વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવ્યો. જ્યા વિશેષ અતિથિ તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.



સંઘ પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધતા કહ્યુ કે, ભારત એક વખત ફરી વિશ્વગુરુ બની શકે છે. તેમણે રામ મંદિરને લઇને કહ્યુ કે, રામ માત્ર હિન્દુઓનાં જ નહી પરંતુ સમગ્ર દેશનાં ભગવાન છે. કોઇ પણ પ્રક્રિયાથી બને પણ રામ મંદિર બનવું જોઇએ. જે માટે સરકારે આગળ રામ મંદિરને લઇને કાયદો લાવવો જોઇએ. તેમણે વધુમાં કહ્યુ કે, જો રામ મંદિરનું નિર્માણ થાય છે તો દેશમાં શાંતિ અને સદભાવનાનો માહોલ જોવા મળશે. ભાગવતે કહ્યુ કે, લોકો કહે છે કે તેમની સત્તા છે તો પછી રામ મંદિરનું નિર્માણ કેમ થયુ નથી, વોટર માત્ર એક જ દિવસનો રાજા હોય છે. વોટરોએ વિચારીને પોતાનો વોટનો ઉપયોગ કરવો જોઇએ, નહી તો એક દિવસની ભૂલ પાંચ વર્ષ માટે ભોગવવી પડી શકે છે. આ નિવેદનથી એક વાત તો સ્પષ્ટ થઇ જાય છે કે સંઘને પણ લાગે છે કે જનતા હવે બીજેપીનો સાથ છોડતી જાય છે.