loader

Breaking News


Home > Gujarat > નીતિન પટેલનાં ભાજપ છોડવાને લઈને અફવા બજાર ગરમ, રાજકીય ઉતેજના વ્યાપી


Foto

નીતિન પટેલનાં ભાજપ છોડવાને લઈને અફવા બજાર ગરમ, રાજકીય ઉતેજના વ્યાપી

May 25, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરેયાત રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ભાજપનાં નેતા નીતિન પટેલ ભાજપ છોડી રહ્યા છે તે અંગે અફવા બજાર ભારે ગરમ થઇ ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ચુંટણી પછી મંત્રીમંડળમાં ખાતા અંગે જે વિવાદો થયા હતા તેમાં નીતિન પટેલની આબરૂનું ભારે ધોવાણ થયું હતું તેમજ વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચતા પક્ષની છબી પણ ખરડાઈ હતી જેના પરિણામે ખુદ ભાજપ જ નીતિન પટેલથી છુટકારો મેળવી લેવા માંગે છે તેવો માહોલ સર્જાયો છે.

વધુમાં એક શક્યતા એવી છે કે નીતિન પટેલ પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે સરકારમાંથી નીકળી જાય તો ભાજપની સરકાર પડી જાય. હાર્દિક પટેલે યોજેલ પાટીદાર મહાપંચાયતમાં નીતિન પટેલ જોડાઈને ભાજપમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચા પણ હાલ થઇ રહી છે.

વધુ એક પ્લાન મુજબ આવતી લોકસભા ચુંટણીમાં નીતિન પટેલને મેહસાણાથી લડાવવાની તેમજ તેમને ત્યાંથી હરાવીને રાજકીય કારકિર્દી પૂરી કરવાનો હોઈ શકે છે. જો કે આ બધી એક અફવા છે તેવું નીતિન પટેલે કહ્યું હતું.