loader

Breaking News


Home > Bollywood > રવિના ટંડન બોલીવુડની શરૂઆતમાં આ એક્ટરનાં પ્રેમમાં રકી ચુકી છે સુસાઇડનો પ્રયત્ન


Foto

રવિના ટંડન બોલીવુડની શરૂઆતમાં આ એક્ટરનાં પ્રેમમાં રકી ચુકી છે સુસાઇડનો પ્રયત્ન

Nov. 6, 2018, 1:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રવિના ટંડને બોલીવુડની શરૂઆત પત્થર કે ફૂલ નામની ફિલ્મથી કરી હતી. જે 1991માં બની હતી. ત્યારબાદ તેણે ઘણી સફળ ફિલ્મો આપી હતી. રવિના ટંડનનાં ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે હંમેશા પોતાના અફેરને લઇને ચર્ચામાં રહી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ રવિનાનાં જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે તે અજય દેવગનનાં પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી અને તેણે સુસાઇડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.



બોલીવુડની સ્ટાર એક્ટ્રેસ રવિના ટંડન હવે 44 વર્ષની થઇ ગઇ છે. હમણા થોડા સમય પહેલા જ તેણે પોતાનાં 44માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. બોલીવુડમાં રવિના ટંડન પોતાના અફેરનાં કારણે ઘણીવાર વિવાદોમાં રહી હતી. તેના અફેરમાં સૌથી વધુ નામ અક્ષય કુમારનું લેવામાં આવતુ હતુ. જો કે તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે તે અક્ષય નહી પણ અજય દેવગનને પ્રેમ કરતી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ તેણે એક સમયે અજય માટે સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે તે બંન્ને ફિલ્મ દિવવાલેની શૂટીંગમાં જ એકબીજાનાં પ્રેમમાં હતી. તે સમયે રવિના બોલીવુડની હોટ હિરોઇન હતી. અજય દેવગનની એક તરફ દિલવાલે અને બીજી તરફ જીગર ફિલ્મની શૂટીંગ ચાલી રહ્યુ હતુ, જેમા તેની સાથે કરિશ્મા કપૂર લીડ રોલમાં હતી. જીગરનાં શૂટીંગમાં કરિશ્મા સાથે અજયનાં અફેરની પણ ચર્ચાએ ઘણુ પકડ્યુ હતુ, બંન્ને અફેરની વાત જાણ્યા બાદ રવિનાએ સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો તેવુ તે સમયે જનમુખે ચર્ચાયુ હતુ. રવિના ટંડનનું સૌથી વધુ નામ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સાથે લેવામાં આવતુ હતુ. માનવામાં આવે છે કે આ બંન્ને સ્ટાર વચ્ચે પ્રેમ ફિલ્મ મોહરાથી શરૂ થયો હતો. જો કે તે પોતાના આ સંબંધને પણ કોઇ દિશા પ્રદાન કરવામાં તે સફળ રહી નહોતી.