loader

Breaking News


Home > Gujarat > રવીન્દ્ર જાડેજાએ રીવાબાની મુલાકાત લીધી, એસપીએ તમામ કાર્યવાહીની બાયેધરી આપી.


Foto

રવીન્દ્ર જાડેજાએ રીવાબાની મુલાકાત લીધી, એસપીએ તમામ કાર્યવાહીની બાયેધરી આપી.

May 24, 2018, 2:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર,જામનગર:ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલે કરેલાં હુમલા બાદ આજે બે દિવસ બાદ આજે રવીન્દ્ર જાડેજા જામનગરએ પત્ની રીવાબાની મુલાકાત લીધી હતી. નોધનીય છે કે એક સામાન્ય મોટર અક્સ્માત દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગીયાએ રીવાબા સાથે મારપીટ કરી હતી તેમને વાળ પકડીને માર માર્યો હતો. આ ઘટના બાદ રીવાબા સીધા જ પોલીસ મહાનિર્દેશકની ઓફિસે પહોચીને ઘટનાની સમીક્ષા કરી હતી. જે બાદ પોલીસે કડક કાર્યવાહી કરતાં બીજા દિવસે કોન્સ્ટેબલ સંજય કરંગીયાની ધરપકડ કરી હતી.બીજી બાજુ રીવાબા ઉપર થયેલાં હુમલાને પગલે આ મુદ્દો સોશીયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેને પગલે સીએમ, ગૃહમંત્રી, ડીઆઈજી વગેરેના દબાણનાં પગલે કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો હતો.દરમિયાન આજે રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે જામનગર આવ્યું હતો જ્યાં તેણે એસેપી પ્રદીપ સેજુલની ઓફીસમાં આશરે દોઢ કલાક સુધી આ હુમલા સંદર્ભ વાતચીત કરી હતી.ત્યારબાદ જાડેજા દંપતી સીટી બી ડીવીઝન પોલીસ દફતર પહોચ્યું હતું , જ્યાં થોડીવાર પોલીસ અધિકારી સાથે વાતચીત કરીને દંપતી કારમાં રવાના થઇ ગયું હતું.