loader

Breaking News


Home > National > નાણાં મંત્રીનાં નિવેદન બાદ RBI ગવર્નર ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું


Foto

નાણાં મંત્રીનાં નિવેદન બાદ RBI ગવર્નર ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામું

Oct. 31, 2018, 11:18 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેંન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચે તણાવ વધતો નજરે ચઢી રહ્યો છે. ત્યારે આઇબીઆઇનાં ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી સંભાવનાઓ વધી ગઇ છે. એક કાર્યક્રમમાં નાણાં મત્રી અરૂણ જેટલીએ આરબીઆઇની ઘણી આલોચના કરી હતી. તેમનું નિવેદન ત્યારે સામે આવ્યુ છે જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં સરકાર અને આરબીઆઇ વચ્ચે કડવાહટભર્યા સંબંધોની વાતો ઉછળી રહી છે.



મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ હતુ કે, સરકાર એ વાતથી નારાજ છે કે આરબીઆઇ કેન્દ્ર સરકાર સાથે કડવાહટભર્યા સંબંધોની વાતો જાહેરમાં ઉજાગર કરે છે. આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નરે કહ્યુ હતુ કે, સરકાર આરબીઆઇનાં કામમાં પોતાની દખલગીરી કરે છે તો તે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેના પર નાણાં મંત્રી જેટલીએ કહ્યુ કે, જ્યારે 2008થી 2014 વચ્ચે બેંક પોતાની મનમાની કરતા લોન આપી રહી હતી તો આરબીઆઇએ તેને અણદેખો કર્યો હતો.