loader

Breaking News


Home > National > RBI એ બે મહિનામાં બીજી વખત વધાર્યો રેપો રેટ, કાર - હોમ લોન થઇ શકે મોંઘી


Foto

RBI એ બે મહિનામાં બીજી વખત વધાર્યો રેપો રેટ, કાર - હોમ લોન થઇ શકે મોંઘી

Aug. 1, 2018, 4:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% નો વધારો કર્યો છે. ત્યારબાદ રેપો રેટ 6.5 ટકા જ્યારે રિવર્સ રેપો રેટ 6.75 ટકા થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વધતા જતા રેપો રેટની સીધી અસર લોકોની ઇએમઆઈ પર થઇ શકે છે. આનાથી લોન અને હોમ લોન્સ મોંઘી થઈ શકે છે. આ અગાઉ જૂન મહિનામાં, આરબીઆઇએ ચાર વર્ષ પછી વ્યાજદરમાં વધારો કર્યો હતો.

કેટલાક સમયથી ક્રૂડના ભાવમાં વધારો થયો છે. આના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ વધારો થયો છે. તેની સીસી અસર ફુગાવો પર પણ થઇ રહી છે. આ ઉપરાંત રૂપિયામાં નબળાઈ પણ ફુગાવાનું કારણ બની રહી છે કેમ કે બજારમાં ચલણની માંગ વધી રહી છે. 20 જુલાઈના રોજ ડોલર સામે રૂપિયો 69.13 ની નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેલેન્ડર વર્ષમાં રૂપિયો 7 ટકાથી પણ વધુ ઘટી ગયો છે.