loader

Breaking News


Home > National > RBI એ રેપોરેટમાં વધારો કરતાં લોન લેવી થશે મોંઘી


Foto

RBI એ રેપોરેટમાં વધારો કરતાં લોન લેવી થશે મોંઘી

June 7, 2018, 5:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : વ્યાજદરમાં રાહત મળવાની રાહ જોઈ રહેલા સામાન્ય લોકોને મોટો ફટકો પડ્યો હતો. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં પરિણામ જાહેર કર્યા હતા અને રેપોરેટમાં વધારો કર્યો હતો. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ રેપોરેટ વધીને હવે ૬.૨૫ ટકા થઇ ગયો છે. રિવર્સ રેપોરેટ પણ છ ટકા કરી દેવામાં આવ્યો છે.

આનાથી કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવતા હોમલોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ ગઇ છે. બેંકો તરફથી માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણદરમાં વધારો કરવામાં આવી શકે છે. કહેવાનો મતલબ એ છે કે, બેંકો પણ હવે લોનના દરોમાં વધારો કરી શકે છે. કેટલીક બેંકોએ પહેલાથી જ વધારો કરી દીધો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પહેલાથી જ બે વખત વ્યાજદરમાં વધારો કર્યો છે.