loader

Breaking News


Home > Gujarat > ઘોડીનો શોખ બન્યું દલિત યુવાનની મૌતનું કારણ


Foto

ઘોડીનો શોખ બન્યું દલિત યુવાનની મૌતનું કારણ

March 31, 2018, 7:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : દેશમાં દલિતોની પરિસ્થિતિથીને બતાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક દલિત યુવકને ઘોડીનો શોખ રાખવું ભારે પડ્યુ હતુ. આ ઘટના ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાનાં ટીંબી ગામની છે. પ્રદિપ રાઠોડ નામનો યુવક જેને એક ઘોડી રાખવાના શોખ બાબતે હત્યા કરીને ખેતરમાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યુ છે.થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટે SC-ST એટ્રોસિટિ Actમાં બદલાવ કર્યો હતો, જેમાં કારણ સામે આવ્યુ કે આ કાયદાનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રિમ કોર્ટનો આ આદેશ હજુ થોડા સમય પહેલા બાહર આવ્યો ત્યા જાણે હવે દલિતોને મારવાની અન્ય જ્ઞાતિઓને આઝાદી મળી ગઇ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આ બાબતને સાબિત કરતી ઘટના ભાવનગર જિલ્લામાં બની છે. જ્યા પ્રદિપ નામના એક દલિત યુવકને માત્ર ઘોડી રાખવાના શોખને લઇને ક્ષત્રિય સમાજનાં કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી છે. આ ઘટનાનાં સામે આવ્યા બાદ દેશમાં દલિતોને આજે પણ કેવી રીતે જોવામાં આવે છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે.

ભાવનગર જિલ્લાની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ડરનું વાતાવરણ બનાવી દીધુ છે. આ ઘટના બાદ આરોપીની અટકાયત ન થાય ત્યા સુધી યુવકની લાશ લેવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. જો કે આ મામલે પોલીસે નટુભા દરબારની મોડી રાત્રે અટકાયત કરી હતી. ત્યાર બાદ પ્રદિપની લાશને અતિંમવિધિ માટે લઇ જવામાં આવ્યો હતો. ગામનાં દલિત આગેવાનોનું કહેવુ છે કે, દેશમાં જેમ કાયદો બદલાય તેમ પરિસ્થિતિ બદલાઇ રહી હોવાનું દાખલો આ કિસ્સો બન્યુ છે.