loader

Breaking News


Home > National > કર્ણાટકમાં મતદારોનો રેકોર્ડ, ૧૯૫૨ પછી રેકોર્ડબ્રેક મતદાન.


Foto

કર્ણાટકમાં મતદારોનો રેકોર્ડ, ૧૯૫૨ પછી રેકોર્ડબ્રેક મતદાન.

May 15, 2018, 1:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે એક અનોખો રેકોર્ડ જોવાં મળ્યો. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ ભાજપ કે કોંગેસે નહીં પરંતુ કર્ણાટકના મતદારોએ આ રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે.વાત એમ છે કે કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણીમાં ૭૨.૧૩ ટકા લોકોએ આ ચુંટણીમાં મતદાન કર્યું જે એક અનોખો રેકોર્ડ બની ગયો છે.આ વાતની પૃષ્ટિ મુખ્ય નિર્વાચન અધિકારી સંજીવ કુમારે આપી હતી.તેમને જણાવ્યું હતું કે કે રાજ્યમાં ૧૯૫૨ની ચુંટણી પછી સૌથી વધુ માત્રામાં લોકોએ મતદાન કર્યું છે જે એક સારી વાત છે.

તેમણે કહ્યું કે ૨૦૧૩ની વિધાનસભાની ચુંટણીમાં રાજ્યમાં ૭૧.૪૫ ટકા મતદાન નોધાયું હતું. જે ૨૦૦૮,અને ૨૦૦૪ની ચુંટણી કરતાં વધુ હતું જયારે આ વખતની ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં પાછલાં બધાં જ જૂના વિક્રમો તૂટી ગયાં હતાં અને સૌથી વધારે ૭૨.૧૩ ટકા મતદાન નોધાયું હતું. જે એક અનોખો રકોર્ડ કર્ણાટકના મતદારોએ પોતાનાં નામે નોધાવ્યો હતો. લોકોમાં મતદાન કરવાની જાગૃતિ વધી છે પોતાનો એક વોટ કેટલો કિમતી છે તે મતદારો જાણી ગયાં છે.તેનાં કારણે આ વખતે રાજ્યમાં મતદાન રેકોર્ડબ્રેક નોધાયું હતું.