loader

Breaking News


Home > National > PNB કૌભાંડનાં આરોપી નિરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટીસ


Foto

PNB કૌભાંડનાં આરોપી નિરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી રેડ કોર્નર નોટીસ

July 2, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : PNB કૌભાંડનાં આરોપી નિરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી છે. આ સાથે જ નિરવ મોદીના ભાઈ નિશાલ મોદી અને તેની કંપનીનાં એક્જીક્યુટીવ સુભાષ પરબનાં વિરુદ્ધ આ નોટીસ જાહેર કરવામાં આવી છે. રેડ કોર્નર નોટીસ જાહેર કરીને ઇન્ટરપોલે પોતાના બધા જ ૧૯૨ સભ્યો દેશોને કહ્યું છે કે જો નિરવ મોદી તમારે ત્યાં દેખાય તો તેની ધરપકડ કરવામાં આવે.

નિરવ મોદી પકડાઈ જાય ત્યારબાદ તેના પ્રત્યાર્પણ અથવા નિર્વાસનની પ્રકિયા શરુ કરવામાં આવશે. રેડ કોર્નર નોટીસમાં ઇન્ટરપોલે નિરવ મોદી પર ઇડી દ્વારા લગાવવામાં આવેલ મની લોન્ડરિંગનાં આરોપોનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિરવ મોદી પત્ની, ભાઈ અને અંકલ સાથે જાન્યુઆરીનાં પ્રથમ અઠવાડિયામાં ભારત છોડીને ભાગી ગયો હતો.