loader

Breaking News


Home > Gujarat > બોર્ડ પરીક્ષા દરમિયાન ગેરરીતિના કેસોમાં નોંધાયો ઘટાડો


Foto

બોર્ડ પરીક્ષા દરમિયાન ગેરરીતિના કેસોમાં નોંધાયો ઘટાડો

March 17, 2018, 1:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરના જુદા જુદા સ્થળોના કેન્દ્રો ખાતે ગંભીર ગેરરીતિ, ડમી વિદ્યાર્થી અને કોપી કેસ સહિતના કિસ્સાઓમાં પ્રથમ બે દિવસ ત્રીસથી વધુ કિસ્સાઓ નોંધાયા બાદ બોર્ડ સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગ દ્વારા ગોઠવાયેલા અસરકારક તંત્ર અને સઘન સુરક્ષા વ્યવસ્થાને પગલે આજે ત્રીજા દિવસના પેપર દરમ્યાન પ્રમાણમાં ઘણા ઓછા કિસ્સા સામે આવ્યા હતા.

પોરબંદર જિલ્લાના કુતિયાણાના મહિયારી ગામે બોર્ડની પરીક્ષા દરમ્યાન ધોરણ-૧૦માં નીરીક્ષણની કાર્યવાહી દરમ્યાન વિદ્યાર્થીઓને ચોરી કરતાં પકડી લઇ કાર્યવાહી કરનાર મહિલા સુપરવાઇઝરને ધમકી મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આજે ત્રીજા દિવસનું પેપર હતું અને આજની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ, કોપી કેસ સહિતના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો હતો.