loader

Breaking News


Home > National > કેરળમાં વરસાદનાં આગમનથી લોકોને મળી ગરમીમાં રાહત


Foto

કેરળમાં વરસાદનાં આગમનથી લોકોને મળી ગરમીમાં રાહત

May 29, 2018, 11:39 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ :આગ ફેંકી રહેલી ગરમીથી કેરળનાં લોકોને રાહત મળી છે. દેશમાં લોકો વરસાદની આથુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે કેરળમાં સીઝનનો પહેલો વરસાદ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.




કાળઝાલ ગરમીથી રાહત મળી રહે તે માટે વરસાદ ખૂબ જરૂરી છે. સોમવારે કેરળમાં સારો વરસાદ પડ્યો હતો, જો કે આ સીઝનનો પહેલો વરસાદ છે કે નહી તેને લઇને પણ લોકોમાં ચર્ચાનું મોંજુ ફરી ઉઠ્યુ છે. ઘણીવાર બને છે કે પહેલો વરસાદ જેને સમજવામાં આવે છે ત્યારબાદ વરસાદ જાણે સંતાકૂકળી રમી જાય છે અને ગરમીનો પારો વધુ ઉંચે જતા બાફમાં વધારો ઝીંકાઇ જાય છે. જો કે કેરળમાં થયેલ વરસાદ પર પ્રાઇવેટ એજેંન્સી સ્કાઇમેટ વેધરે ઘોષણા કરી છે કે રાજ્યમાં હવે મોનસૂન પ્રવેશ કરી ચુક્યુ છે. આ સાથે સમગ્ર ભારતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે.