loader

Breaking News


Home > National > પ્રજાને રાહત, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયો ઘટાડો


Foto

પ્રજાને રાહત, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયો ઘટાડો

Oct. 26, 2018, 2:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નજીવા ઘટાડાના કારણે સામાન્ય લોકોને આંશિક રાહત થઇ છે. પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસા અને ડીઝલની કિંમતમાં સાત પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૮૦.૮૫ અને ડીઝલની કિંમત ૭૪.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

ભાવવધારા મુદ્દે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત નવ દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે. મોંધવારી વચ્ચે હવે તેલના મોરચે લોકોને રાહત થઇ છે.