loader

Breaking News


Home > National > ગાંધીજીને યાદ કરીને સેવાગ્રામથી કોંગ્રેસ આપશે ભાજપ ગાદી છોડે નો નારો


Foto

ગાંધીજીને યાદ કરીને સેવાગ્રામથી કોંગ્રેસ આપશે ભાજપ ગાદી છોડે નો નારો

Oct. 1, 2018, 11:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, વર્ધા : આવતીકાલે 2 ઓક્ટોમ્બર ગાંધી જયંતી નિમિતે કોંગ્રેસ વર્ધામાં બેઠક યોજવા જઈ રહી છે. જેમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહશે. જો કે ગાંધી જયંતિ નિમિતે રાજકીય ઈરાદા કઈંક અલગ છે. કોંગ્રેસ મહાત્મા ગાંધીની વિરાસતથી સિયાસતનો નવો અધ્યાય શરુ કરવાની તૈયારીઓમાં છે. ભાજપ ગાંધીજી વિરાસતને અપનાવવાની કોશિશ ઘણા વર્ષોથી કરી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપનાં ગાંધી પ્રેમથી વિચલિત છે.

ગાંધી જયંતિને મોદી સરકાર સ્વચ્છતા દિવસ તરીકે ઉજવી રહી છે. જેનાથી આ દિવસ પણ કોંગ્રેસના હાથમાંથી સરકતો નજરે આવી રહ્યો છે. કોંગ્રેસ ચૂંટણી વર્ષમાં ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે નવી રાજકીય દિશા તરફ ચાલવાની શરૂઆત્ત કરી રહી છે. કોંગ્રેસના મોટા નેતાઓ વર્ધામાં હાજર રહેશે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના બધા જ પ્રદેશનેતાઓને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. અહીં કોંગ્રેસ ભાજપ ગાદી છોડેનો નારો આપી પોતાના અભિયાનની શરુઆત કરશે.