loader

Breaking News


Home > Health > વધારાની ચરબીને શરીરથી દૂર કરવા પીવો વધુને વધુ પાણી


Foto

વધારાની ચરબીને શરીરથી દૂર કરવા પીવો વધુને વધુ પાણી

June 8, 2018, 12:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણે સહુ જાણીએ છીએ અને ડોક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. કારણ કે પાણી પીવાથી આપણા શરીરને અનેક પ્રકારનાં ફાયદાઓ થાય છે. જેમ વધુ પાણી પીવાથી ચહેરાની ત્વચાને ગ્લો મળે છે તે જ રીતે જો દિવસનું આઠેક ગ્લાસ પાણી પીવામાં આવે તો તમે શરીરની વધારાની ચરબીને દૂર રાખી શકો છો.




પાણી કુદરતી રીતે ભૂખ ઓછી કરે છે અને શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરે છે. સંશોધનો કહે છે કે જો પાણી પીવામાં ઘટાડો કરવામાં આવશે તો શરીરની ચરબીમાં વધારો થશે અને આનાથી ઉલ્ટું જો વધુ પાણી પીશો તો ચરબી ઓછી થશે.

જો તમે પૂરતું પાણી નહીં પીવો તો કિડની સરખી રીતે કાર્ય નહીં કરે. જો તેની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જશે તો તેનો ભાર લિવર પર પડવા લાગશે. લિવરનું સૌથી પાયાનું કાર્ય શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરી શરીર માટે ઊર્જાનું સર્જન કરવાનું છે. પણ જો લિવરે કિડનીનું કાર્ય કરવું પડશે તો પોતાનું આ કાર્ય સરખી રીતે નહીં કરી શકે. પરિણામે બહુ ઓછી ચરબીનું ચયાપચય થશે અને શરીરમાં વધારે પડતી ચરબી સંગ્રહાતા વજન ઓછું થવાની ક્રિયા અટકી જશે. પાણી કબજિયાતની તકલીફમાં પણ રાહત આપે છે. જો તમારું વજન વધારે છે તો તમારે પાતળી વ્યક્તિની સરખામણીએ વધુ પાણી પીવું પડશે. જ્યારે શરીર ઓછું પાણી લે છે ત્યારે તેને જાઈતું પાણી તે અંદરના સ્ત્રોતોમાંથી ખેંચવા લાગે છે. વ્યક્તિએ સરેરાશ દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. જો તમે કસરત કરો છો તો પાણીની જરૂર તમારે વધુ છે.