loader

Breaking News


Home > Health > ગરમીમાં ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવા કરો આ કામ


Foto

ગરમીમાં ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવા કરો આ કામ

March 31, 2018, 7 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગરમીની શરૂઆતમાં જ લોકો માટે ઘરેથી બહાર નિકળવું અઘરુ બની ગયુ છે. દિવસ દરમિયાનનો તાપ હવે ત્વચાને ચટકવા લાગ્યો છે. આવા તાપમાં બહાર નિકળવાથી ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. આ કારણે ગરમીમાં તમારી ત્વચાનું ખાસ ધઅયન રાખવું જરૂરી છે.



ગરમીમાં ડિહાઇડ્રેશન, ઓટલી સ્કિન, ખીલ અને પરસેવાને કારણે ફંગલ ઇંફેક્શનની શક્યતા વધી જાય છે. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો અલ્ટ્રાવાયલેટ કિરણોથી સનબર્ન, સનટેન અને સન ડેમેજ જેવી સમસ્યાઓની સાથે કરચલીઓ પણ થઇ શકે છે. ત્વચા રોગ વિશેષજ્ઞ ડૉ.આનંદ દુબે કહે છે, એક ગરમીની ઋતુમાં પરસેવો, નમી અને પ્રદૂષણથી બચવા માટે દિવસમાં બે વાર નહાવું જોઇએ. જો ગરમ પાણીથી નહાવાની આદત છે તો વધુ સમય સુધી ન ન્હાવુ જોઇએ કારણ કે તેનાથી જરૂરી ઓઇલ ઓછું થઇ જાય છે અને ત્વચા સૂકી થઇ જાય છે. આ જ રીતે વધુ સમય સુધી એરકંડિશનમાં રહેવાથી પણ ત્વચા ડ્રાય થઇ જાય છે. ચહેરાની ચમક બરકારાર રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા ત્રણવાર ઠંડુ પાણી અને માઇલ્ડ ક્લીંજરથી ચહેરો સાફ કરો. પ્રી-મેચ્યોર એજિંગનાં 90 ટકા કેસમાં મુખ્ય તડકામાં વધુ રહેવું સામે આવ્યુ છે. તેનાથી બચવા માટે ઘરથી બહાર નીકળતા પહેલા સારું સનસ્ક્રીન લોશન લગાવવું જરૂરી છે. ચહેરા પરથી મૃત કોશિકાઓ હટાવવા નિયમિત સ્ક્રબ કરાવવું પણ જરૂરી છે.