loader

Breaking News


Home > Health > આમલીનાં પત્તાનાં ફાયદાઓ કેટલા જાણો આ અહેવાલમાં


Foto

આમલીનાં પત્તાનાં ફાયદાઓ કેટલા જાણો આ અહેવાલમાં

April 3, 2018, 5:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આયુર્વેદિક ઉપચારને આજે લોકો સ્વીકારતા દેખવા મળે છે. આયુર્વેદિક ઉપચારથી બિમારીને જડથી મટાડી શકાય છે. તેવી જ રીતે આમલીનાં પત્તાથી પણ ઘણા ફાયદાઓ થતા હોય છે. આપણે ઘરઘથ્થાં ઉપચાર માટે આમલીનાં પત્તાનો ઉપયોગ કરતા હોઇએ છીએ. તેમાં રહેલો એન્ટીસેપ્ટિક ગુણ સ્વાસ્થ્ય સંબંધી બિમારીમાં ફાયદાકારક રહે છે.



આમલીનાં પત્તાનો રસ નિકાળી તેને શરીરનાં જખમો પર લગાડવાથી તે જખમ તેજીથી ઠીક થઇ જાય છે. તે સિવાય આમલીનાં પત્તા નવા કોષોનું નિર્માણ પણ તેજીથી કરે છે. આમલીનાં પત્તામાં વિટામિન સી નો સ્ત્રોત રહેલો હોય છે. જે શરીરને કોઇપણ સુક્ષ્મજીવોનાં ચેપથી રક્ષણ આપે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. આમલીનાં પત્તાથી શરીરની સૂજનને દૂર કરી શકાય છે. આ પ્રકારનાં ઘરઘથ્થાં ઉપચાર ગામડાઓમાં આજે પણ દેખવા મળે છે. જો કે હવે શહેરમાં પણ લોકો આ પ્રકારનાં ઉપચાર કરતા દેખવા મળી રહ્યા છે.