loader

Breaking News


Home > Gujarat > નર્મદા જળસંકટ ભાજપની ગુનાહિત બેદરકારીનું પરિણામ : હિમાંશુ પટેલ


Foto

નર્મદા જળસંકટ ભાજપની ગુનાહિત બેદરકારીનું પરિણામ : હિમાંશુ પટેલ

Feb. 6, 2018, 3:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલ – તેલ આવશે તેવી બડાશો હાંકી વડાપ્રધાન બનેલાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કિસાનપુત્રોનાં ખેતરોમાં નર્મદાનાં પાણીનું એક ટીપું પણ મળે નહીં તેવી ગંભીર જ નહીં, પરંતુ ગુનાહિત બેદરકારી દાખવી છે. આગામી એકાદ મહિનામાં જ ખેડૂતો સહિત ગુજરાતની જનતાનાં પાણી માટે પોકાર પડે તે પહેલાં ‘મા ગંગાને બુલાયા હૈ’ કહી વારાણસી જતાં રહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારનાં વડાપ્રધાનને ભાજપની રાજકીય જીવાદોરી સમાન નર્મદા મૈયાનાં સુકાઈ ગયેલાં નીર સામે જોઈ બે આસું પાડવા હિમાંશુ પટેલે અપીલ કરી હતી.

વધુમાં હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે નર્મદાને ગુજરાતનાં બદલે પોતાની રાજકીય ડ્રામાબાજી માટે જીવાદોરી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાથી ખેડૂતોનાં ઘરે નળમાંતેલ આવશે. એમ કહી વડાપ્રધાન તો બની ગયાં પણ આજે ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર જ નહીં કરવાનું કહેનાર મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને તેમની આવક ક્યારે બમણી થશે એ પણ જણાવવું જોઈએ.