loader

Breaking News


Home > Gujarat > પરિણામઃ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો, ભાજપ સાફ


Foto

પરિણામઃ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો, ભાજપ સાફ

Feb. 23, 2018, 8:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુજરાતમાં નગરપાલીકાની ચુંટણીઓ બાદ હવે રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઇ હતી. બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની મતગણતરી પૂર્ણ થતા સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. આ 17 તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસને 8 અને ભાજપને 7 તાલુકા પંચાયતમાં સીટ મળી છે. જ્યારે લાખાણી અને દિયોદર તાલુકામાં ટાઇ થઇ છે.



ગુજરાતમાં આ ચુંટણી માટે 21મી ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાયુ હતુ. જ્યા તાલુકા પંચાયતની ચુંટણીમાં સરેરાશ 53 ટકા મતદાન થયુ હતુ અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં 51 ટકા મતદાન નોંધાયુ હતુ. આજે તેની મતગણતરી પૂરી થતા પરિણામ કોંગ્રેસ તરફ આવ્યુ છે. અહી કોંગ્રેસે તાલુકા પંચાયતની ચુંટણીમાં બાજી મારી લીધી છે. જ્યારે જિલ્લા પંચાયતની ચુંટણીમાં બંન્ને પાર્ટીઓને 1-1 સીટ મળી છે. તાલુકા પંચાયતની 2 સીટો પર ટાઇ થઇ છે. બે જિલ્લા પંચાયતોમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે, અહી 66 બેઠકોમાં કોંગ્રેસને 36 બેઠકો અને ભાજપને 30 બેઠકો મળી છે. બીજી તરફ ખેટા જિલ્લા પંચાયતમાં ભાજપને જીત મળી છે. જિલ્લા પંચાયતની કુલ 44 બેઠકોમાં ભાજપને 28 અને કોંગ્રેસને 16 બેઠકો મળી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે, અહી 36 બેઠકોમાંથી કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી છે, જ્યારે અપક્ષ 3 બેઠકો મેળવવામાં સફળ રહ્યા છે. આ સિવાય જિલ્લા પંચાયતની 5 બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે.

દેશમાં હવે ધીરેધીરે મોદી લહેર ઓછી થતી જઇ રહી છે, જેનું તાજુ ઉદાહરણ ગુજરાત તાલુકા પંચાયતની ચુંટણી બન્યુ છે. તાલુકા પંચાયતની આ ચુંટણીથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે પીએમ મોદીનાં ગુજરાતમાં હવે લોકો ભાજપને જાકોરો આપતા બન્યા છે. અચ્છે દિનનાં વાયદાઓ પૂરી ન કરતી મોદી સરકારને હવે 2019 લોકસભાની ચિંતા થાય તો કોઇ નવાઇ નહી.