loader

Breaking News


Home > Gujarat > ધોરણ ૧૦ નું પરિણામ જાહેર, સુરત જીલ્લો પ્રથમ ક્રમે


Foto

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર, સુરત જીલ્લો પ્રથમ ક્રમે

May 28, 2018, 3:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે.

આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ છે.

અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૯૨ ટકા રહ્યુ છે. ૭૨.૬૯ ટકા વિદ્યાર્થીનિઓ પાસ થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં પાસની ટકાવારી ૬૨.૭૩ ટકા રહી છે. એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩૭૮ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે એટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૯૫૬ રહી છે. જિલ્લાવાર ટકાવારીની વાત કરવામાં આવે તો સુરજ જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ સૌથી વધારે છે. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૨.૪૨ ટકા રહ્યુ છે. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનુ પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યુ છે. જુદા જુદા કારણોસર ૬૧૫ વિદ્યાર્થીઓનુ પરિણામ અનામત રાખવામાં આવ્યુ છે. પરિણામને લઇને ભારે ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી હતી.