loader

Breaking News


Home > Gujarat > ધોરણ ૧૦ નું પરિણામ ૨૮ મે નાં રોજ જાહેર કરવામાં આવશે


Foto

ધોરણ ૧૦ નું પરિણામ ૨૮ મે નાં રોજ જાહેર કરવામાં આવશે

May 23, 2018, 3:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં લેવાયેલ ધોરણ- ૧૦ના પરિણામની તારીખ આજે આખરે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ધોરણ-૧૦નું પરિણામ તા.૨૮મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એ દિવસે સવારે ૮.૦૦ વાગે બોર્ડની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પરથી પરિણામ જોઇ શકશે. જ્યારે વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી ૧૧.૦૦થી ૨.૦૦ દરમ્યાન માર્કશીટ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જાવા મળી રહી છે. જા કે, આ વર્ષે ધોરણ-૧૦માં ગણિત વિષયનું પેપર ખૂબ અઘરૂ નીકળ્યું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રાતા પાણીએ રડયા હતા, જેની સીધી અસર ધોરણ-૧૦ના પરિણામ પર પડે તેમ હોઇ બોર્ડ સત્તાવાળાઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ૧૨ માર્ક્સ સુધીના ગ્રેસીંગ માર્ક્સ આપવામાં આવે તેવી પણ શકયતા છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઇક અંશે રાહત મળે. તો સાથે સાથે ધોરણ-૧૦નું બોર્ડનું પરિણામ પણ ઉંચુ લાવી શકાય.

બીજીબાજુ, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે તા.૩૦ મે સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧.ર૦ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ બનાવવાની કામગીરી ચાલુ છે.