loader

Breaking News


Home > Gujarat > ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર, ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે


Foto

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર, ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે

May 31, 2018, 4:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ મળીને પરિણામ ૫૫.૫૫ ટકા રહ્યુ છે.

આ વખતે ડાંગ જિલ્લાનુ પરિણામ સૌથી ઉંચુ ૭૭.૩૨ ટકા રહ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટા ઉદયપુર જિલ્લાનુ રહ્યુ છે. સામાન્ય પ્રવાહના ૪૬૨૮૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૫૬૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જે પૈકી ૨૫૨૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વ્યવસાયલક્ષી પ્રવાહમાં ૧૧૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૧૮૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે પૈકી ૬૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પરિણામ ૫૨.૨૯ ટકા રહ્યુ છે.

ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૩૦૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૩૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આમાંથી ૧૮૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ ૬૧.૨૭ ટકા રહ્યુ છે. ત્રણેય પ્રવાહના કુલ ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૯૮૦૬ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે.