loader

Breaking News


Home > Gujarat > ૧૩૫ કરોડનાં ખર્ચે રીનોવેટ થઇ વિધાનસભા, મહેલ પણ ઝાંખો પડી જાય તેવી ચકાચૌધ


Foto

૧૩૫ કરોડનાં ખર્ચે રીનોવેટ થઇ વિધાનસભા, મહેલ પણ ઝાંખો પડી જાય તેવી ચકાચૌધ

Feb. 20, 2018, 10:42 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા રીનોવેશન બાદ હવે નવા રૂપરંગમાં જોવા મળી રહી છે. જુના બિલ્ડીંગને કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેટ કર્યા બાદ રાજ્યપાલ ઓ.પી. કોહલીનાં હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રીનોવેટ પામેલા નવા વિધાનસભામાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યાં છે.

જુના વિધાનસભાની સરખામણીમાં રીનોવેશન બાદ ઘણી બધી સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે ઉપરાંત હવે એક ગુંબજ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાનાં નવા રૂપરંગ માટે હજુ સુધી કુલ ૧૩૫ કરોડનો ખર્ચો થયો છે જો કે હજુ આ ખર્ચ વધી શકે તેવી શક્યતાઓ છે. નવા વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને વિપક્ષનાં નેતાની ચેમ્બર પણ વિશાળ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારી તેમજ પબ્લિક કેન્ટીન પણ વિશાળ કરવામાં આવી છે તેમજ મીડિયાને બાઈટ લેવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગથી જગ્યા ફાળવવામાં આવી છે.

જો કે નવા રીનોવેટ કરાવેલા વિધાનસભામાં કેટલીક ત્રુટીઓ પણ જોવામાં આવી છે. આ વિધાનસભામાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નાં હોઈ લોકોને દિવસભર તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. વધુમાં સભાગૃહની બહારની લોબી ખુબ જ સાંકડી હોવાથી હાલતા ચાલતાં એકબીજાને અથડાઈ જવાની નોબત પણ આવે છે.