loader

Breaking News


Home > Gujarat > અનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન


Foto

અનામત આંદોલન પુનઃ શરૂ થવાના એંધાણ, પાટીદારોનું શકિત પ્રદર્શન

Aug. 2, 2017, 4:36 p.m.
      Whatsapp   

ગુજરાતમાં લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ તથા બનાસકાંઠામાં આવેલ પૂર બાદ રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલ કોંગ્રેસ ભાજપમાં તડાફડી ચાલી રહી છે, ત્યારે અગાઉના પ્રશ્નો અને આંદોલનો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. અનામતની માંગ માટેનો પાટીદાર સમાજે આંદોલનથી જે માહોલ ઉભો કર્યો હતો, તેમાં થોડે અંશે ભીડનો જુવાળ ઓછો થયો છે. ત્યારે ફરી એકવાર પાટીદાર આંદોલનને પુનઃ વેગવંતુ બનાવવા ખોડલધામ અને સિદસર ખાતે યોજાયેલી બેઠક બાદ અમદાવાદમાં પમી ઓગષ્ટના રોજ સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર આંદોલનની માંગણીના સંદર્ભે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આમ,ગુજરાતમાં પમી ઓગષ્ટના રોજ પાટીદાર કાર્યકર્તા સંમેલનમાં લાખો પાટીદારો પુનઃ આંદોલનને વેગ મળે તે માટે ધાર્મિક સંસ્થાઓ દ્વારા લીલીઝંડી મળી ગઈ છે. બીજેપી દ્વારા પાટીદાર અનામતની માંગ સ્વીકારાઈ નથી તે મુદૃ પણ ચર્ચા બાદ રણનીતિ ઘડવામાં આવી છે,ત્યારે સરકારને પણ આ બાબતે ચિંતા સતાવી રહી છે અને આઈ.બી.ને લઈને તમામને આ મુદૃ વર્ક ટુ વર્ક માહિતી આપવા પણ જણાવ્યું હોય તેમ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.