loader

Breaking News


Home > Gujarat > રિક્ષા ચાલકોની હડતાળને મળ્યો મિશ્ર પ્રતિસાદ, બંધનાં નામે થઇ રહી છે ગુંડાગર્દી


Foto

રિક્ષા ચાલકોની હડતાળને મળ્યો મિશ્ર પ્રતિસાદ, બંધનાં નામે થઇ રહી છે ગુંડાગર્દી

July 30, 2018, 1:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જો તમે આજે અમદાવાદ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિચારને ભૂલી જાઓ. કારણ કે આજે રિક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભુ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જો કે રિક્ષા ચાલકોનાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદનાં કાલુપુરમાં રિક્ષા ચાલકોએ ચાલતી પ્રાઇવેટ ટેક્સીને બંધ કરાવી હતી, સાથે તેમણે એએમટીએસનાં કાચ પણ તોડ્યા હોવાના સમચાર મળી રહ્યા છે.



અમદાવાદમાં આજે રિક્ષા ચાલકોએ સ્વયંભુ બંધનું એલાન કર્યુ છે. તેમણે પોતાની માંગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં માત્ર 2100 પાર્કિંગ સ્ટેન્ડ છે જેને તાત્કાલિક ધોરણે વધારવામાં આવે. તેમણે પોલીસ ઉપર પણ આરોપ લગાવતા કહ્યુ કે, તેમના દ્વારા અમને સતત હેરાન કરવામાં આવે છે. વળી તેમની તે પણ માંગ છે કે અમને પીકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવે. આ સમગ્ર હડતાળમાં શહેરનાં 17 રિક્ષા એસોસિએશને સમર્થન આપ્યુ છે.

અમદાવાદ શહેરમાં અંદાજે ર લાખ લોકો રિક્ષામાં મુસાફરી કરતા હોય છે. આજે રિક્ષા ચાલકોની હડતાળનાં કારણે શહેરમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.