loader

Breaking News


Home > Bollywood > રિશી કપૂરે પ્રમોશન દરમ્યાન પિત્તો ગુમાવ્યો.


Foto

રિશી કપૂરે પ્રમોશન દરમ્યાન પિત્તો ગુમાવ્યો.

May 2, 2018, 1:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:રિષી કપૂર અને અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ૧૦૨ નોટ આઉટનાં પ્રમોશન દરમિયાન એક પત્રકારનો સવાલ સાંભળીને રિશી કપુરે પિત્તો ગુમાવ્યો હતો,આમ પણ રિશી કપુર પોતનાં બટક બોલાં સ્વભાવ અને પોતાની ઓનલાઈન વિચિત્ર હરકતને લઈને અને નાની-નાંની વાતમાં મગજ ગુમાવવાં માટે જાણીતાં છે.

વાત એમ બની હતી કે રિશી કપૂર પત્રકારોને સંબોધી રહ્યાં હતાં ૨૭ વર્ષ બાદ અમિતાભ સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો આ પ્રશ્ન વારંવાર પત્રકારોએ પુછતાં તેઓ અકળાયા હતાં અને કહ્યું કે હવે મારી ઉંમરનો વિચાર કરો હવે મારામાં એકનાં એક પ્રશ્નનો જવાબ આપવાની તાકાત નથી મારામાં હવે ધીરજ રહી નથી. તેઓએ એમ પણ કહ્યુંકે હવે હું ઈન્ટરવ્યૂ લેનારને ઢીબી કાઢીશ.