loader

Breaking News


Home > Bollywood > રીષિએ રાહુલ ગાંધીને ટ્વીટમાં આડે હાથ લીધા


Foto

રીષિએ રાહુલ ગાંધીને ટ્વીટમાં આડે હાથ લીધા

Sept. 13, 2017, 4:49 p.m.
      Whatsapp   

રીષિ કપૂર બેબાક નિવેદન આપવામાં ઘણીવાર વિવાદોમાં ફસાયા છે. એકવાર ફરી રીષિ કપૂરએ કોઈના ઉપર નિશાન સાધ્યુ છે અને આ વખતેના નિશાના પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીના નિવેદન પર રીષિ કપૂરે ટ્વીટ કરી લખ્યું છે કે ઈજ્જત મહેનતથી કમાઈ શકો છો, ગુંડાગીરી કરીને નહીં.

રાહુલ ગાંધીએ યુનિવર્સિટી ઓફ કેલેફોર્નિયામાં એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલના જવાબમાં કહ્યું હતુ કે સૌથી મહત્વના મુદ્દા પોલિટિક્સ અને નોપોટિઝ્મ છે. રાહુલ ગાંધી પોતે નેપોટિઝ્મનુ ઉદાહરણ હોવાથી પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા હતા આપણો દેશ નેપોટિઝ્મ ઉદાહરણથી ઘેરાયેલો છે. અખિલેશ યાદવ હોય કે પછી કરુણાનિધીનો દીકરો સ્ટાલિન બધા જ નેપોટિઝ્મનું ઉદાહરણ છે. ત્યાં સુધી અભિષેક બચ્ચન પણ. દેશ ચાલશે કેવી રીતે. બિઝનેસની વાત કરીએ તો અંબાણી પરિવારનું જ નામ આવે છે.

હવેની પેઢીની જનતા કામથી દરેકને પરખે છે. વધુમાં તેમણે લખ્યુ કે, ભારતીય સિનેમાના 106 વર્ષોમાં કપૂર ખાનદાનનું યોગદાન 90 વર્ષનું છે, પરંતુ દરેક પેઢીને જનતા તેમની ખાસિયતથી પરખે છે. તે પછીના ટ્વીટમાં તેમણે લખ્યું કે ભગવાનના આશીર્વાદથી અમારી ચાર પેઢીઓએ ફિલ્મમાં કામ કર્યુ છે.

આ ટ્વીટ બાદ પણ તે રોકાયો નહી અને ત્રીજા ટ્વીટમાં તેણે લખ્યું કે તમારી જેવા લોકો ડાયનેસ્ટી પર બકવાસ ન કરો તો સારુ, તમારે સખત પરિશ્રમથી લોકોનો પ્રેમ અને માન મેળવવું જોઈએ નહીં કે બળપૂર્વક અને ગુંડાગીરી કરીને. આ પહેલી વખત નથી જ્યારે રીષિ કપૂરે ટ્વિટના વિવાદોમાં આવ્યા હોય. થોડા સમય પહેલા રીષિ કપૂરે એક નાના બાળકની ન્યૂડ ફોટો પોસ્ટ કરી હતી. જે પછી આ ટ્વિટ પર વિવાદ થયો હતો અને રીષિએ આ પોસ્ટ ડીલિટ કરી દીધી હતી.