loader

Breaking News


Home > Health > પરિણીત વ્યક્તિઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ ઓછો


Foto

પરિણીત વ્યક્તિઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ ઓછો

Aug. 29, 2017, 4:09 p.m.
      Whatsapp   

લંડન ઃ તાજેતરમાં જ કરવામાં આવેલા ફિનલેન્ડમાં એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બિનપરિણીત લોકોની સરખામણીમાં પરિણીત લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ઓછો હોય છે.


હાર્ટ એટેકની સ્થિતિમાં સારવાર દરમિયાન ફરીથી સ્વસ્થ થઈ જવાની સંભાવના પણ પરિણીત લોકોમાં વધારે રહે છે. અલબત્ત આ અભ્યાસના દાવા સાથે ઘણા લોકો સહમત દેખાઈ રહ્યા નથી. આમા જણાવવામાં આવ્યું છે કે બિનપરિણીત મહિલાઓ અથવા પુરુષોને કોઈપણ વયમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટીવયના પરિણીત લોકો પૈકી કોઈ એકને હાર્ટ એટેક થાય તો આવી Âસ્થતિમાં હોÂસ્પટલમાં લઈ જતાં પહેલાં અને હોÂસ્પટલમાં લઈ ગયા બાદ પણ હાલત એટલી ખરાબ થતી નથી જેટલી હાલત બિનપરિણીત લોકોની થાય છે.


અભ્યાસના તારણો યુરોપીયન જર્નલ ઓફ પ્રીવેન્ટીવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. વર્ષ ૧૯૯૩થી ૨૦૦૨ વચ્ચે મોટી સંખ્યામાં પરિણીત અને બિનપરિણીત લોકોને આવરી લઈને આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ અભ્યાસના ભાગરૂપે ફિનલેન્ડના ચાર જુદા જુદા ભોગોલિક ક્ષેત્રમાં રહેતા ૩૫ વર્ષથી વધુ વયના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના આંકડામાં અભ્યાસ કરીને તારણો તૈયાર કરવામાં આવ્યા હતા. જા કે આ અભ્યાસના ભાગરૂપે પરિણીત પુરુષો અને મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો કેમ ઓછો છે તે સંબંધમાં કોઈ નક્કર તારણો આપવામાં આવ્યા નથી જેથી કેટલાક લોકો આ અભ્યાસમાં કરવામાં આવેલા દાવાને યોગ્ય ગણી રહ્યા નથી અને એવી દલીલ છે કે નક્કર તારણો અપાયા બાદ જ વિશ્વાસ બેસે તેમ છે.