loader

Breaking News


Home > Bollywood > ગુજરાતી ફિલ્મની ભૂતપૂર્વ અભિનેત્રી રીટા ભાદુરીનું ખરાબ તબિયતને લઇને થયુ નિધન


Foto

ગુજરાતી ફિલ્મની ભૂતપૂર્વ અભિનેત્રી રીટા ભાદુરીનું ખરાબ તબિયતને લઇને થયુ નિધન

July 17, 2018, 11:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગુજરાતી ફિલ્મની અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. આ દુખદ સમાચાર બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાચાવરણ જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઇએ કે, રીટા ભાદુરી ટીવી શો અને હિન્દી ફિલ્મનો દમદાર ચહેરો ગણાતી હતી.




રીતા ભાદુડીનાં અવસાનની જાણકારી સીનિયર એક્ટર શિશિર શર્માએ ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. રીટા ભાદુરી લગભગ 70 ફિલ્મો અને 20થી વધુ ટીવી સીરિયલમાં કામ કરી ચુક્યા હતા. હાલમાં તે સ્ટાર ભારત ચેનલ પર આવતી ટીવી સીરિયલ નિમકી મુખિયામાં દાદીનો અભિનય કરતી જોવા મળતી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર રીટા ભાદુરીને દર બે દિવસે ડાયાલિસિસ માટે હોસ્પિટલ જવુ પડતુ હતુ. મળી રહેલી માહિતી મુજબ આ જ કારણે તેમની છેલ્લા એક અઢવાડિયાથી તબિયત ખરાબ હતી. તેમની કામને લઇને લગન કેટલી હશે તે આ વાતતી સાબિત થાય છે કે સતત તબિયત ખરાબ હોવા છતા પણ તે શૂટીંગ કરી રહી હતી. જો કે રીટા ભાદુરીની તબિયતને ધ્યાને લઇને શૂટીંગ શેડ્યૂલ તેમને અનુકૂળ રહે તે મુજબ રાખવામાં આવતુ હતુ.