loader

Breaking News


Home > Bollywood > RK સ્ટુડિયો નવી સુવિધાઓ સાથે ફરી તૈયાર થશેઃ ઋષિ કપૂર


Foto

RK સ્ટુડિયો નવી સુવિધાઓ સાથે ફરી તૈયાર થશેઃ ઋષિ કપૂર

Sept. 21, 2017, 6:39 p.m.
      Whatsapp   

RK સ્ટુડિયો આગમાં ખાક થયા બાદ ઋષિ કપૂરે દુખ પ્રગટ કરતા કહ્યુ કે આ એક ખરાબ ઘટના બની છે જેને ભુલવુ લગભગ અસંભવ છે. આ ઘટના અમારા પરિવાર માટે એક ખરાબ સપના બરાબર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ સ્ટુડિયો ફરી અત્યાધુનિક સુવિધાઓ સાથે ઉભુ કરવામાં આવશે અને આ સ્ટેટ ઓફ ધ આર્ટ બનશે.

ઋષિ કપૂરે આ દુર્ઘટના પછીના સ્ટુડિયોના ફોટા શેયર કર્યા છે. તેમણે ફોટા સાથે લખ્યું કે 16 સપ્ટેમ્બર 2017 ભયાનક આગમાં રાખ. આ નિશાન બની રહેશે પરંતુ સ્ટેટ ઓફ ધ આર્ટ બનાવવામાં આવશે. તેમણે આ સ્ટુડિયોનો એક બ્લેક એન્ડ વાઇટ ફોટો પણ શેયર કર્યો છે. જે આવારા ફિલ્મ સાથે જોડાયેલ છે.

RK સ્ટુડિયો ખાક થવાથી સુપર ડાંસર સીઝન-2નું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે આગ લાગી તે સમયે શૂટિંગ ચાલતું ન હોવાને કારણે કોઇ જાન હાની થઇ નથી. ઋષિ કપૂરે આ સ્ટુડિયોને એક નવા ચહેરા સાથે બનાવવાની વાત કરતા જણાવ્યું છે કે હવે બનશે તે સ્ટેટ ઓફ ધ આર્ટ હશે.

હાર્દિક શાહ