loader

Breaking News


Home > Gujarat > મહાત્મા મંદિરનાં “ખ” રોડ પર તંત્રની દેખાઇ બેદરકારી


Foto

મહાત્મા મંદિરનાં “ખ” રોડ પર તંત્રની દેખાઇ બેદરકારી

May 10, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ૨૨ વર્ષથી ભાજપ સત્તાના સૂત્રો સંભાળી રહી છે ત્યારે વિકાસ થયો છે તેમાં કોઇ બેમત નથી. આજથી ૧૫ વર્ષ પહેલાં ગાંધીનગરએ સરકારી કર્મચારીઓની નગરી કહેવાતી હતી. આજે ગાંધીનગર દિવસે વધે નહીં એટલું રાત્રે વધે તેમ ગાંધીનગરનાં પણ બે ભાગ પડી ગયા છે. જેમાં જુનુ ગાંધીનગર અને નવું ગાંધીનગર. ત્યારે ગાંધીનગર શહેરનો વિકાસ ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ નવા રોડ, રસ્તા બનાવવાનું કાર્ય મનપાનું નથી તે ફ્કત ગ્રાંટ કરોડોની ફાળવીને માર્ગ મકાન વિભાગના પેટા એવા પાટનગર યોજનાને ફાળવીને રોડ રસ્તા બનાવવાની સૂચના આપે છે. ત્યારે પાટનગર યોજના દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું માલૂમ પડ્યું છે તેમાં મહાત્મા મંદિરવાળો ખ રોડ નો ગોઝારો તરીકે પ્રખ્યાત હતો ત્યાં હવે હાડકાં તોડ અને મરવાનો મોડ તરીકે ખ રોડ પ્રચલિત થઈ રહ્યો છે.



મહાત્મા મંદિર જ્યાં આવેલું છે તે ખ રોડથી ખ-૫ સુધીનો રોડ, રસ્તા પર ગટરોના લેવલો સેટીંગ કરવામાં આવ્યા હતાં. રોજબરોજ રાત્રે ગાડીઓ આ ખાડા અને ગટરોમાં પડે છે, પણ રામ રાજ્ય પ્રજા સુખી હોય તેમ કરોડો ખર્ચ્યા પછી પણ રોડ રસ્તાનાં ઠેકાણાં નથી. ત્યારે કોઈ વસાહતીએ કોઈ પડી ન જાય તે માટે ઝાડની ડાળીઓ તેમાં મૂકી દીધી છે. પણ દિવસે ડાળી દેખાય રાત્રે શું દેખાય. ત્યારે રોજબરોજ રાત્રે આ ગટરોનાં ગરનાળામાં ગાડીઓ, વાહનચાલકો, બાઈક સવારો પડી જાય છે. ત્યારે તંત્રનું કોઈ પાણી હાલતું ન હોય તેમ નફ્ફટાઈથી આ તમાશો જોઇ રહી છે. ત્યારે આ રોડ રસ્તા કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યા અને બનાવ્યા બાદ ચકાસણી કરીને કયા અધિકારીએ લેવલનું સર્ટિફિકેટ આપ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભ્રષ્ટાચારથી ખદબદતું પાટનગર યોજનાની કચેરીએ સાંજે કોન્ટ્રાક્ટરોનો મેળો જામેલો હોય છે અને ખરેખર કચેરીએ કરેલા આદેશો, હુમકો અને ઓર્ડરવર્ક પાઠવેલ છે તેમાં જે ધારાધોરણો અને નિયમોનાં અમલ થયેલ છે કે કેમ તે ખરેખર ચકાસવામાં આવે તો કોઈ કોન્ટ્રાક્ટરનાં બિલો પાસ કરી શકાય તેમ જ નથી.

“ખ” રોડ ઉપર તમામ જગ્યાએ ગટરોનાં લેવલો અને રોડ ઉપર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આવનારા વરસાદની ઋતુમાં મોટા ગાબડાં સાથે ભુવા પડે જવાબદારી કોની. પાટનગર યોજના દ્વારા જે કોન્ટ્રાક્ટરોનાં બિલો પાસ કરેલા છે તે કયા સર્ટિફિકેટના આધારે કરેલા છે. રોડનું લેવલ, રોડનું મેપિંગ, રોડની લંબાઈ, જાડાઈ, ડામરનો તથા કેમિકલનો ઉપયોગ બાદમાં રોડ રસ્તા બન્યા બાદ તમામ સાઈડો ઉપર માટી પણ નાંખવી પડતી હોય છએ ત્યારે રામભરોસે રોડ રસ્તા બનાવ્યા બાદ કોપણ માટી નાંખવામાં આવી નથી અને હવે ૪ મહિના બાદ માટી નાંખવાનાં આદેશો કરવામાં આવ્યા છે. ખ રોડ પર ચોમાસામાં વરસાદના કારણે મોટું ગાબડું પડે અને મોટા ભુવા પડે તેવી શક્યતાઓ વસાહતીઓ જાઈ રહ્યાં છે. ત્યારે ભુવા પડ્યા બાદ અને રોડ રસ્તા પર જે ગટરો તુટી ગઈ છે ત્યાં વસાહતીઓ કે વાહનચાલકો પડે તો જવાબદારીઓ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને આ રોડ રસ્તા પાસ કરનારી પાટનગર યોજનાની જવાબદારી કેમ નહીં. ખ રોડ હવે ગોઝારો અને યમ માર્ગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.