loader

Breaking News


Home > Sports > આઇપીએલનાં 11 વર્ષનાં ઇતિહાસમાં રોહિત શર્માનો બન્યો શરમજનક રેકોર્ડ


Foto

આઇપીએલનાં 11 વર્ષનાં ઇતિહાસમાં રોહિત શર્માનો બન્યો શરમજનક રેકોર્ડ

May 23, 2018, 12:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : હિટમેનનાં નામથી જાણીતા ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્‌સમેન અને મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા માટે આઈપીએલ ૨૦૧૮ એકદમ ખરાબ સાબિત થઈ છે. એક તો ડિફેન્ડિંગ ચેંમ્પિયન ટીમ રવિવારે અંતે દિલ્હી ડેયરડેવિલ્સની વિરૂદ્ધ હાર બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે એક બેટ્‌સમેન તરીકે પણ રોહિત શર્માએ ખૂબ નિરાશ કર્યા.



શાનદાર અને લાંબી ઈનિંગ રમવા માટે જાણીતાં રોહિત શર્મા સાથે આ સીઝનમાં એવું થયું છે જે ૧૧ વર્ષના ઈતિહાસમાં તેની સાથે ક્યારેય નથી થયું. આ એક એવો આંકડો છે જેને લઈને રોહિત શર્મા પણ ચિંતિત હશે કારણકે આવનારા દિવસોમાં આંતરરાષ્ટીય ક્રિકેટમાં પણ તેણે સારું પફોર્મંસ આપવું પડશે. રોહિત શર્માએ પહેલીવાર તેની કોઈ સિઝનમાં ૩૦૦થી ઓછા રન બનાવ્યા છે. આ પહેલાની દરેક સીઝનમાં રોહિતનાં બેટમાંથી ૩૦૦ કે તેનાથી વધુ રન નીકળ્યા છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ટીમને પ્લેઓફમાં ન લાવી શક્યો સાથે જ પોતે પણ સારું પ્રદર્શન ના કરી શક્યો. જેનાં ઈતિહાસમાં સુરેશ રૈના જ એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની દરેક સિઝનમાં ૩૦૦ કે તેનાથી વધારે રન ફટકાર્યા હોય. રૈનાનો આ રેકોર્ડ હજુ અકબંધ છે.