loader

Breaking News


Home > Gujarat > ભાવનગરનાં ઘોઘાથી દહેજ વચ્ચે વાહનો માટે શરુ થશે રો - રો ફેરી સર્વિસ


Foto

ભાવનગરનાં ઘોઘાથી દહેજ વચ્ચે વાહનો માટે શરુ થશે રો - રો ફેરી સર્વિસ

Oct. 26, 2018, 10:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : રાજ્યના ભાવનગરના ઘોઘા પોર્ટથી દહેજ વચ્ચે પ્રધાનમંત્રીએ પેસેન્જર રો - રો ફેરી સર્વિસ શરુ કર્યા બાદ હવે વાહનો માટે પણ રો - રો ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી રહી છે જેમાં ટ્રક - કાર જેવા વાહન બોટમાં ઘોઘા પોર્ટથી સીધા દહેજમાં ઉતરશે. આ પ્રથમ રો રો ફેરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના સુરક્ષા કાફલા સાથે ઘોઘાથી દહેજ સુધી સફર કરશે.

દક્ષિણ ગુજરાતના દહેજથી ભાવનગર વચ્ચેનું અંતર 310 કિમિ છે અને રોડમાર્ગે તેને ખતમ કરતાં 9 કલાક લાગે છે જો કે રોરો ફેરી દ્વારા હવે ટ્રક - કાર જેવા વાહનો આ સફર બે કલાકમાં પુરી કરી શકશે. રો રો ફેરીમાં સફર કરવા માટે ટ્રક અને બસ ભાડું 4500 રૂપિયા, કાર માટે 800 રૂપિયા, બાઈક માટે 150 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરો માટે બેઠક વર્ગ મુજબ 200 અને 400 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.