loader

Breaking News


Home > Gujarat > માર્ગ સુરક્ષા નીધિ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી : પ્રદીપસિંહ જાડેજા


Foto

માર્ગ સુરક્ષા નીધિ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી : પ્રદીપસિંહ જાડેજા

March 9, 2018, 3:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક – ૨૦૧૮ રજૂ કરતા તેના ઉપરની ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે અકસ્માતની ઘટનાને કારણે સર્જાતા ભયાનક દ્રશ્યોમાં જોવા મળતી વ્યથા, સંવેદનાને વિધેયક સ્વરૂપે વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ વિધાયકશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

માર્ગો ઉપર સર્જાતા અકસ્માતોને કારણે માનવ જીંદગીઓ મોતના મુખમાં હોમાતી બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા હાલના બજેટ સત્ર દરમ્યાન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી બીલ – ૨૦૧૮ દાખલ કરી ગુન્હાહીત રીતે વાહનો હંકારનારા તથા નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકે તે માટે ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં માર્ગ સુરક્ષા નીધિ માટે રૂા. ૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ કે જે ૭,૨૪૭ હતું તે વધારીને ૧૦ હજાર કરવા તથા તેમાં ૩૩ ટકા લેખે મહિલા ટ્રાફિક બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન રૂા. ૨૦૦ થી વધારીને રૂા. ૩૦૦ કરવામાં આવશે.