loader

Breaking News


Home > National > 2.50 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ - ડીઝલ, મહારાષ્ટ્ર - ગુજરાતમાં પાંચ રૂપિયાની રાહત


Foto

2.50 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ - ડીઝલ, મહારાષ્ટ્ર - ગુજરાતમાં પાંચ રૂપિયાની રાહત

Oct. 4, 2018, 5:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ આજે પેટ્રોલ - ડીઝલનાં ભાવોમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફ્રન્સમાં તેઓએ શેર બજાર, પેટ્રોલ - ડીઝલની કિંમતો પર મુદ્દાસર વાત કરી હતી.આ ઘટાડામાં રેવન્યું વિભાગને 1.50 રૂપિયા અને OMC ને એક રૂપિયાનું વહન કરવું પડશે. તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ - ડીઝલમાં આ ઘટાડાને કારણે કેન્દ્ર સરકાર પર દસ હજાર પાંચસો કરોડ રૂપિયાનો બોજ આવશે.

તમને જણાવી દઈએ કે ઘણા છેલ્લા સમયથી સતત પેટ્રોલ - ડીઝલના ભાવોમાં વધારો થયો છે જેને કારણે સામાન્ય જનતા ખુબ જ પરેશાન છે. નાણામંત્રી અરુણ જેટલીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતની ભાજપ સરકારે પણ પોતાની તરફથી અઢી રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. એટલે કે હવે આ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ કુલ પાંચ રૂપિયા સસ્તું મળશે.