loader

Breaking News


Home > National > આજથી શરૂ થઇ રહ્યો છે RSSનો ‘ભવિષ્યનું ભારત’ કાર્યક્રમ


Foto

આજથી શરૂ થઇ રહ્યો છે RSSનો ‘ભવિષ્યનું ભારત’ કાર્યક્રમ

Sept. 17, 2018, 8:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આરએસએસનો ત્રણ દિવસનો કાર્યક્રમ આજથી શરૂ થઇ રહ્યો છે. જેમાં દેશની અલગ-અલગ પાર્ટીઓનાં પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જો કે આ કાર્યક્રમમાં વિપક્ષનાં પ્રમુખ નેતાઓની હાજરી હોવાની સંભાવના ઘણી ઓછી છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યનું ભારત કેવું હોવુ જોઇએ તે રહેશે. જે માટે અલગ-અલગ નેતાઓ પોતાનો વિચાર રજૂ કરશે.



ભવિષ્યનું ભારત કેવુ હોવુ જોઇએ તે સવાલ આજનાં યુવા વર્ગ માટે ઘણો જરૂરી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ બાબતને ધ્યાને લઇને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં દેશનાં ધાર્મિક નેતાઓ, ફિલ્મી કલાકાર, રમતવીરો, ઊદ્યોગપતિ અને અલગ-અલગ દેશનાં મુખ્ય મહેમાનો હાજરી આપશે. મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમથી વિપક્ષનાં નેતાઓ પોતાને દૂર જ રાખશે.