loader

Breaking News


Home > National > રન ફોર યુનિટી : એકતાનો સંદેશ લઈને દોડી રહ્યું છે સમગ્ર ભારત


Foto

રન ફોર યુનિટી : એકતાનો સંદેશ લઈને દોડી રહ્યું છે સમગ્ર ભારત

Oct. 31, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે સમગ્ર દેશ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જયંતિ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે સમગ્ર ભારતમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. એકતાનો સંદેશો લઈને પૂરો દેશ દોડી રહ્યો છે. દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને રમત ગમત મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે ઝંડો બતાવીને રન ફોર યુનિટીની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન જિમનાસ્ટ દીપા કર્માંકરની સાથે અન્ય ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.

રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવ્યા બાદ રમત ગમત મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેને વર્ષો પહેલાં બનાવવી જોઈતી હતી. દેશ આજે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. તેમણે ભારતને બનાવ્યું છે. રન ફોર યુનિટીમાં સામેલ થયેલ જિમનાસ્ટ દીપા કર્માંકરે કહ્યું હતું કે હું ગયા વર્ષે પણ રન ફોર યુનિટીમાં સામેલ થઇ હતી. આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે અને હું તેની સાક્ષી બનવાનું પસંદ કરીશ.