loader

Breaking News


Home > National > ડોલર સામે રૂપિયામાં ભારે ધોવાણ, આંકડો 70 ને પાર


Foto

ડોલર સામે રૂપિયામાં ભારે ધોવાણ, આંકડો 70 ને પાર

Aug. 14, 2018, 2:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ભારતની અર્થવ્યસ્થાને લઈને રૂપિયો ખરાબ સમાચાર લઈને આવ્યો છે. ડોલરનાં મુકાબલે રૂપિયો ઇતિહાસના સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો ગગડવાનો ચાલું રહ્યો છે અને એક ડોલરના હીસાબે 70.07 સુધી પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે જેને કારણે શેરબજારમાં પણ ભારે ગભરાટનો માહોલ છે.

આજે સવારે જેવું બજાર ખુલ્યું ત્યારે શરૂઆતના કારોબારમાં રૂપિયામાં મજબૂતી જોવામાં આવી હતી અને રૂપિયો 23 પૈસા વધીને 69.68 પૈસા પર પહોંચી ગયો હતો. પરંતુ આ તેજી ખુબ જલ્દી અટકી ગઈ હતી અને રૂપિયો 70 ના મનોવૈજ્ઞાનિક આંકડાને પાર કરી ગયો હતો. શુક્રવારે રૂપિયો 68.83 થી 108 પૈસા તૂટીને સોમવારે 69.91 ના નિમ્ન સ્તરે પહોંચી ગયો હતો.