loader

Breaking News


Home > National > ડોલરની સામે રૂપિયો ઘટીને ૭૩થી પણ નીચી સપાટી પર


Foto

ડોલરની સામે રૂપિયો ઘટીને ૭૩થી પણ નીચી સપાટી પર

Oct. 3, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : શેરબજારમાં આજે સવારે જારદાર અફડાતફડી જાવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં ૨૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી સેંસેક્સ ૩૬૩૦૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. બીજી બાજુ નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટી ગયો હતો. આજે ડોલરની સામે રૂપિયો ૭૩ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. શેરબજારમાં છેલ્લા કારોબારી સેંશનમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ રિકવર ૩૬૫૨૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૮ પોઇન્ટ રિકવર થઇને ૧૧૦૦૮ની સપાટીએ રહ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી.

આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં સતત પાંચમાં સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આરબીઆઈની પોલિસી પણ જાહેર કરવામાં આવનાર છે. સર્વિસ પીએમઆઈના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જાવા મળી હતી. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના સપ્ટેમ્બર વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે.

સપ્ટેમ્બર મહિનાના આંકડાને લઇને બજાર નિષ્ણાતો ગણતરી લગાવી રહ્યા છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ વખતે વેચાણના આંકડામાં હવે સુધારાનો દોર શરૂ થશે. કેરળમાં પુરના લીધે અર્થતંત્રને નુકસાન થયું છે. બીજી બાજુ ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન તથા યુરો ઝોન દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર મહિના માટેના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સુધારો થઇ શકે છે. અમેરિકા દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના બેરોજગારીના ડેટા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડાઓ વૈશ્વિક પરિબલોની સાથે સાથે બજાર ઉપર અસર કરી શકે છે.