loader

Breaking News


Home > National > સબરીમાલા મંદિરનાં આજે ખુલશે દરવાજા, સુપ્રિમ કોર્ટનાં આદેશનો અનાદર કરવા લોકોની ભીડ ઉમટી


Foto

સબરીમાલા મંદિરનાં આજે ખુલશે દરવાજા, સુપ્રિમ કોર્ટનાં આદેશનો અનાદર કરવા લોકોની ભીડ ઉમટી

Oct. 17, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટનાં ઐતિહાસિક નિર્ણય બાદ આજે પ્રથમવાર કેરલનાં પ્રસિદ્ધ સબરીમાલા મંદિરનાં દરવાજા ખુલવા જઇ રહ્યા છે. જો કે સુપ્રિમ કોર્ટનાં આ નિર્ણય બાદ પણ મંદિરનાં સ્વામી અયપ્પા અને આસ્થા રાખનારા ભક્તો મંદિરમાં મહિલાની એન્ટ્રીને લઇને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.સબરીમાલા મંદિરમાં દરેક મહિલાઓને પ્રવેશની પરવાનગી આપ્યા બાદથી આજે મંદિરનાં દરવાજા ખુલવા જઇ રહ્યા છે. સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ પણ મંદિરની આસપાસમાં તણાવનો માહોલ સર્જાયો છે. હજુ પણ ઘણા લોક એવા છે જે મહિલાઓને મંદિરમાં પ્રવેશને લઇ નાખુશ દેખાઇ રહ્યા છે. જો કે મોટી સંખ્યામાં સ્વામી અયપ્પાનાં દર્શન માટે મહિલાઓ એકઠી થઇ રહી છે. મંદિરની બહાર તણાવનો માહોલ જોતા પોલીસ બંદોબસ્ત સગન કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટે 10 થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ માટે રોકવાની વર્ષો જૂની પરંપરાને ખોટી બતાવી છે અને દરેક ઉમંરની મહિલાઓ માટે મંદિરનાં દરવાજા ખુલ્લા કરવાનો આદેશ આપી દીધો છે. સુપ્રિમ કોર્ટનાં નિર્ણય બાદથી જ ભક્તોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો છે.