loader

Breaking News


Home > National > સબરીમાલા મંદિર બન્યુ જંગનું મેદાન, ભક્તોને પહોચી વળવા પોલીસે પહેર્યા હેલ્મેટ


Foto

સબરીમાલા મંદિર બન્યુ જંગનું મેદાન, ભક્તોને પહોચી વળવા પોલીસે પહેર્યા હેલ્મેટ

Oct. 19, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સબરીમાલા મંદિરમાં મહિલાને પ્રવેશ મળશે તેવા આદેશ આપ્યા બાદ પણ આજે ત્રીજા દિવસે મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિંન્દુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હજુ પણ મંદિરની બહાર હિંસાનો માહોલ દેખવા મળી રહ્યો છે.



સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ હજારોની સંખ્યામાં મહિલાઓએ સબરીમાલા મંદિર તરફ કૂંચ કરી હતી. પરંતુ આજે ત્રીજા દિવસે પણ મહિલાઓને મંદિરમાં પ્રેવશ કરવા દેવામાં નથી આવી રહ્યા. શુક્રવારે મંદિરની બહાર ઘણા લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. જેને ધ્યાને લઇને પોલીસ હેલ્મેટ પહેરી મહિલાઓને મંદિર તરફ લઇ જઇ રહી છે. જેમને રોકવા માટે પ્રદર્શનકારી નારેબાજી અને હંગામો કરતા જોવા મળી રહ્યા છે. જે બે મહિલાઓને પોલીસ મંદિર તરફ લઇ જઇ રહી છે જેમા એક પત્રકાર અને બીજી મહિલા સામાજીક કાર્યકર્તા છે. આ મહિલાઓ મંદિરથી બે કિલોમીટર દૂર છે. પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે બે મહિલાઓને મંદિર તરફ લઇ જઇ રહી છે. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ પણ કરી છે.