loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર APMC માં સદભાવના પેનલે બાજી મારી, તમામ બેઠકો પર મેળવી જીત


Foto

ગાંધીનગર APMC માં સદભાવના પેનલે બાજી મારી, તમામ બેઠકો પર મેળવી જીત

Nov. 2, 2018, 5:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર APMC ની રસાકસી ભરી ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે જેમાં અશોકભાઈ વકીલની સદભાવના પેનલનપો ભવ્ય વિજય થયો છે. સામે પક્ષે APMC ચેરમેન રસિક મણિલાલ પટેલ અને ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય એવા નીતિન પટેલની પેનલનો કારમો પરાજય થયો હતો. છેલ્લા કેટલાય દિવસથી ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

આજે જાહેર થયેલ પરિણામોમાં સદભાવના પેનલના તમામ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. આ વિજયી ઉમેદવારોમાં ઠાકોર બળદેવજી, અતુલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ઇન્દ્રવદનભાઈ પટેલ, કનુભાઈ પટેલ, રામચંદ્રભાઈ પટેલ। હસમુખભાઈ પટેલ અને અનિલસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે એપીએમસીના ચાલુ ચેરમેન અને ભાજપના પ્રદેશ કારોબારી સભ્યની પેનલ હરિ જતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.